આજે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ‘રાજ્યમાં આજે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસશે. પાંચ દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, વરસાદની આગાહી વચ્ચે આજ રોજ સાબરકાંઠામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે.
- પાંચ દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી
- દાંતીવાડા ડેમની નીચેના વિસ્તારોને એલર્ટ કરી દેવાયા
ઈડરમાં બે ઇંચ અને હિંમતનગરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. તો અન્ય તમામ તાલુકાઓમાં સામાન્ય વરસાદ રહેશે. પરંતુ જો વરસાદ યથાવત રહેશે તો જિલ્લાના તમામ જળાશયો છલકાશે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે, ગુજરાત પ્રદેશના જિલ્લાઓ અને દમણમાં સારો એવો વરસાદ પડશે. તો બીજી બાજુ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ તેમજ દીવમાં પણ સારો એવો વરસાદ થશે.