હિંમતનગર માં આવેલ હાથમતી ડેમની જળસપાટી 22 ઑગસ્ટે 90 ટકા સુધી પહોંચી જતા મામલતદાર અને એકઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ ની કચેરી એ થી લાગતા વળગતા ઓફિસર અને જાહેર જનતા ને સાવચેતી રાખવા એક યાદીમાં તાકીદ કરવામાં આવેલ છે, 2022 ના ચાલુ વર્ષમાં પુષ્કળ પ્રમાણ માં વરસાદ પડ્યો છે, ગુજરાતના તમામ ડેમો છલોછલ ભરાઈ ગયા છે, તેવામાં હિંમતનગર હાથમતી ડેમ પણ નેવું ટકા ભરાઈ જતા હિંમતનગર ના નીચાણ વાળા વિસ્તારો ને તેમજ કોઝવે પરથી પસાર થતા લોકોને સાવચેતી રાખવા જણાવ્યું છે,
કોઝવે પર થી પસાર થતા લોકો તેમજ પાણી છોડતાની સાથે મચ્છી પકડવાની લાલચ રાખતા લોકો માટે સાવધાની રાખવી જરૂરી છે,
ઉપરવાસ માં થોડો પણ વધુ વરસાદ પડે તો ડેમનું પાણી છોડવું પડે તેમ છે,
યાદી બહાર પાડ્યા પછી મંગળવાર ની મોડી રાત્રે વરસાદ શરૂ થયા થી હાલ બુધવારના સવારે સાડા નવ વાગ્યાં સુધી વરસાદનો અવિરત પ્રવાહ સતત ચાલુ રેહતા હાથમતી ડેમ નું પાણી છોડવાની શક્યતા વધી ગઈ છે, જેથી હિંમતનગર ની આસપાસ ના નીચાણવાળા વિસ્તારો માં અથવા પોતાને લાગુ પડતા વિસ્તારો માં સાવચેત રહેવા જણાવાયું છે,
તેમજ બી ડિવિઝન પોલીસ ને કોઝવે પર પોલીસ બંદોબસ્ત મુકવા જણાવાયું છે, કેમ કે પુલ પરથી પસાર થતા પાણીમાં થી પણ લોકો વાહન લઈને નીકળવાનું સાહસ કરે છે અને અકસ્માત નો ભોગ બને છે.
રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.