ફતેપુરા તાલુકાના મુખ્યમથક ફતેપુરા પાટવેલ રોડ પર આવેલ વેલ્ડીંગની દુકાનમાં એક ૩૫ વર્ષના પારસિંગભાઈ હકજીભાઈ પારગી રહે.છાયા ફળિયું ડુંગર નું આકસ્મિક મૃત્યુ થયુ છે. તેમના પત્ની એ ફતેપુરા પોલીસમાં લેખિત ફરીયાદ આપી ફરિયાદમાં જણાવ્યું કે સવારના આઠ સાડા આઠ વાગ્યા ની આસ પાસ મારા કુટુંબી ભત્રીજા રાયસિંગભાઈ મુળજીભાઈ પારગીનો મારા પતિ ના મોબાઈલ ફોનમાં ફોન આવેલ અને વાત કરેલ કે આજે દુકાને જવાનું છે તેમ કહેતા મારો પતિ ફતેપુરા વેલ્ડીંગની દુકાનમાં જવ છું કહી ને ઘરે થી નીકળ્યા હતા. હું મારા સાસ સસરા ઘરે હાજર હતા ને આશરે સાડા અગિયાર બાર વાગ્યે મારા જેઠ સસીકાંત નાથુભાઈ પારગી મને જણાવેલ કે પારસિંગ ને ક્યાં મોકલેલ હતો તે વેલ્ડીંગ ની દુકાનમાં મરણ ગયેલ છે. તે પછી મેં મારા સાસુ સસરા ને જાણ કરેલ તે પછી મારા કુટુંબ ના માણસો ને જાણ કરી હતી. ત્યાર પછી હું મારા કુટુંબ ના માણસો અને અન્ય ફળીયા ના માણસો સાથે રાયસિંગભાઈ મુળજીભાઈ પારગી ની દુકાન પર આવી જોયેલ કે દુકાન ના દરવાજા ખુલ્લા હતા અને અંદર જોતા મારો પતિ દુકાનમાં પડેલ હતો. અને મરણ ગયેલ હાલતમાં હતો. આજુ બાજુ લોખન્ડ તથા વેલ્ડીંગ નું સર સામાન પડેલ હતું. મારો પતિ શુ કારણે મરી ગયેલ તેની મને ખબર નથી. પરંતુ મારો પતિ મજૂરી કામ કરતો હતો અને તે દુકાન છેલ્લા દોઢ-બે માસ થી બન્ધ હતી અને મારા પતિ ને કોઈ બીમારી કે કોઈ જોડે ઝગડો નતો જેથી મારા પતિના મોત બાબતે કાયદેસર તપાસ થવા મારી જાહેરાત છે. મારા સાહેદો મારી જાહેરાતમાં લખાવેલ માણસો તથા તપાસમાં નીકળે તે વિગેરે છે. આમ મરણ જનારના પત્ની ઉષાબેન પરસિંગભાઈ પારગીએ પોતાની લેખિત પોલીસ ફરિયાદમાં જણાવ્યુ હતું. ફતેપુરા પોલીસે આકસ્મિક મોત અંગે નોંધ કરી ને આગળની તપાસ હાથ ધરી છે.