મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કરતા જણાવ્યું કે, રાજસ્થાન હોસ્પિટલની આરોગ્યલક્ષી ડિજિટલ પહેલ નાગરિકોની આરોગ્યસુખાકારીમાં વધારો કરશે. નૂતન ઓપીડી સુવિધા, બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય સંબંધી સેવાઓના નવતર અભિગમ નવજાત શિશુ અને સગર્ભા બહેનોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અસરકારક સાબિત થશે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમારે રાજ્યના દરેક વ્યક્તિને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનુંજણાવ્યું હતુ.
તેમણે રાજસ્થાન હોસ્પિટલ દ્વારા દેશના વિવિધ પ્રાંતમાંથી આવતા દર્દીઓ અને રાજ્યના દર્દીઓને ઉત્તમ આરોગ્યસેવાઓઉપલબ્ધ કરાવવામાં આવતી હોવાનું જણાવી સમગ્ર હોસ્પિટલ તંત્રને નવતર અભિગમ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ 2008ના સિરિયલ બ્લાસ્ટ વખતે અમદાવાદ સિવિલની સાથોસાથ રાજસ્થાન હોસ્પિટલ દ્વારાસપોર્ટિવ કેરમાં કરવામાં આવેલી સેવાઓ અને અદા કરવામાં આવેલી મહત્વની ભૂમિકાને લોકસમક્ષ મૂકીને સંસ્મરણોને વાગોળ્યાં હતાં.
મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમમાં આંગણવાડી બહેનોને આરોગ્યલક્ષી કિટ પણ અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાંઅસારવા વોર્ડના કાઉન્સિલરો, હોસ્પિટલના ચેરમેન પી. આર. કાકડિયા, સેક્રેટરી મહેન્દ્ર શાહ સહિત મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ અનેતબીબો ઉપસ્થિત રહ્યા હતા.