બોલાચાલી કરી બાબરા તાલુકાના અમરાપરામા રહેતા એક યુવકે ઉછીના લીધેલ પૈસા મુદે તેના ભાઇને વાત કરતા તેના ભાઇએ ઉશ્કેરાઇ જઇ કુહાડી વડે ઇજા પહોંચાડતા તેણે આ બારામા બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. અહી રહેતા દિનેશભાઇ રામુભાઇ વાઘેલા ઉ.વ.૨૬ નામના યુવકે બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ. કે! તેના પિતા મૃત્યુ પામ્યા હોય. તેઓએ લીધેલ ઉછીના પૈસા અમે પાંચ ભાઇઓ મળી પરત આપવા માંગતા હોય જે પૈસા બાબતે મોટાભાઇને વાત કરતા તેના ભાઇ પ્રવિણભાઇ રામુભાઇ વાઘેલા અને તેના પત્ની રસીલાબેને બોલાચાલી કરી કુહાડી વડે ઇજા પહોંચાડી હતી . જયારે રસીલાબેન પ્રવિણભાઇ વાઘેલાએ વળતીનોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના દીયર પ્રવિણભાઇ પાસે પાંચ હજાર માંગતા હોય જેથી પ્રવિણભાઇએ કહેલ કે મારી પાસે પૈસા નથી જયારે થશે ત્યારે આપીશ તેમ કહેતા દિનેશભાઇ રામુભાઇ વાઘેલાએ ઉશ્કેરાઇ જઇ કુહાડી વડે મારવા દોડયા હતા જેના કારણે રસીલાબેન વચ્ચે પડતા તેને માથામા કુહાડીનો હાથો વાગી જતા ઇજા પહોંચી હતી.પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હેડ કોન્સ્ટેબલ આર.બી.પાનસુરીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.