પ્રત્યેક રવિવાર, આઓ બુદ્ધ વિહાર.....
તારીખ 21/08/2022, રવિવારે "United Buddhist Sangh" દ્વારા પ્રચારીત "પ્રત્યેક રવિવાર, આઓ બુદ્ધ વિહાર" પંચશીલ બુદ્ધ વિહાર, બાપુનગર, અમદાવાદ ખાતે હાજર તમામ ધમ્મ ઉપાસકો અને ઉપાસિકાઓ ને સાધુવાદ...
મુખ્ય વક્તા અને સંઘ ના પ્રચારક ગણ દ્વારા કાર્યક્રમ ને માર્ગદર્શન અને પ્રબોધન આપવામાં આવ્યું.. જેમાં શ્રમણ વૈશાલી બેન એ કે જેમને "બાબાસાહેબ દ્વારા મહિલા ક્રાંતિ" વિષય પર પ્રબોધન કર્યું. જેમાં એમને આપણી સામાજિક જવાબદારીઓ અને કાર્ય વિશે વિસ્તૃત વાત કરી સાથે "હિન્દૂ કોડ બિલ" વિશે માહિતી આપી એનું મહત્વ સમજાવ્યું. મહિલાઓ ની ઉન્નતિ સમાજ અને દેશ માટે કેવી રીતે ફરજિયાત છે એ વિશે પણ એમને પ્રકાશ દોર્યો. શ્રમણ લંકેશ નંનવરે કે જેમને આયોજન નું સંચાલન કરી યોગ્ય દિશા પ્રદાન કરી અને પૂર્ણ કાર્યક્રમ ને બાંધી રાખ્યા. શ્રમણ નયનાબેન કાપડિયા કે જેમને
"સમ્યક આજીવિકા" વિશે ચર્ચા કરી અને જન સમૂહમાં સારી માહિતી આપી. જુગાર દારૂ જેવા પદાર્થો થી થતી આવક ના નુકસાન વિશે જણાવ્યું. આપણી આર્થિક અને સામાજિક જવાબદારી કેવી રીતે પુરી કરી શકાય એ વિશે પણ એમને વાત કરી. હું તમામ વક્તાગણનું સાધુવાદ માનું છું.
દર રવિવારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તો આવતા રવિવારે પધારશો એવી આશા.
 
  
  
  
  
   
   
   
  