મહીસાગર જિલ્લાના જાનવડ ખાતે શ્રીજી હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત સવર્ધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સંસ્કૃત ભારતી મહીસાગરની સમગ્ર ટીમની આગેવાની હેઠળ આ યાત્રાને આગળ વધારવામાં આવી હતી. શ્રીજી હાઈસ્કૂલના 600 થી 700 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વાલીઓ,‌ જાનવડ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીફળ કળશ સાથે મસ્તક પર શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂકી સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરતા સંસ્કૃત મય વાતાવરણ થયું હતું. આશરે 2 km જેટલી લાંબી યાત્રા ચાલી હતી. જાનવડ આશરે 1500 થી 2000 જેટલી વસ્તી ધરાવતા ગામમાં આ યાત્રા નીકળી હતી આ યાત્રાનું આયોજન ડો.નરેશ વણઝારા, ડો.દિનેશકુમાર આર માછી, ડો.પરેશ પારેખ, ડો.કાજલબેન પટેલ, જાગૃતિબેન બારોટ,ભોઈ ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રીજી હાઈસ્કૂલના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા સુરેશભાઈ ભાવસાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |