ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય ટક્કર જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ માંથી મોટી સંખ્યામાં નેતાઓ ભાજપમાં જોડાઈ રહયા છે, આવા સમયે હવે મોડે મોડે કોંગ્રેસે પણ કોંગ્રેસે પણ ‘કોંગ્રેસનું કામ બોલે છે’ તે મુદ્દા ઉપર પોતાનું ડિજિટલ કેમ્પેઈન લોંચ કરીને વિધાનસભાની ચૂંટણીના પ્રચારના મંડાણ કર્યા છે.

ગુજરાતમાં કોંગ્રેસની કમાન સંભાળનાર અશોક ગહેલોતે કોંગ્રેસનું ડિજીટલ કેમ્પેઈન લોન્ચ કરવા સાથે લોકોનો સંપર્ક કરવા માટે જનસંપર્ક અભિયાન પણ શરૂ કરી દીધું છે. ગુજરાતના દરેક વિસ્તારમાં કોગ્રેસની ટીમ જન સંપર્ક કરી વાત સાંભળશે જેના આધારે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે.
કોંગ્રેસે જુના કામો અંગે વાતો કરી રહયા છે અને લોકોને જણાવી રહયા છે કે કોંગ્રેસનું કામ બોલે છે પણ કોંગ્રેસના નેતાઓ જ ડિજિટલ કેમ્પેઈન માં સફળ થશે કે નહીં તે પણ એક સવાલ છે.

હાલ ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા નવા જમાના અને નવી પેઢીને અનુરૂપ જે રીતે ડિજિટલ પ્રચાર કરી રહ્યાં છે તે જોતા તેઓની સરખામણીમાં કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ મજબૂત જણાતી નથી,જૂની વાતોને બદલે કઈક નવું કરવાની ધગશ આજની પેઢીને આકર્ષી શકે છે તે રીતનું ડિજિટલ કેમ્પેઈન કઈક બદલાવ લાવી શકે પણ હવે સમય ખૂબજ ઓછો છે જે કેટલું અસરકારક નિવડશે એ સવાલ છે.હાલ જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે તેમાં લોકો કોંગ્રેસને ગંભીરતાથી લેતા નથી ત્યારે જનસંપર્કની ક્વાયતની સફળતા વિશે એક શંકા ઉઠે છે.