રાજ્યમાં એક તરફ ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી જાહેર સભા સંબોધતા દેશમાં પહેલી નં 1ની કાયદા વ્યવસ્થા ગુજરાતની હોવાની દુહાઇ આપતા હોય છેં પરંતુ બીજી તરફ કેટલાક અસામાજિક તત્વો બેફામ બની કાયદા વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડાવી રહ્યા છે. રાજ્યમાં ગુનેગારોને હવે પોલીસનું પણ ખૈૌફ રહ્યો ન હોય તેવી રીતે વિસ્તારમાં ધાક જમાવવા તલવાર,ધારિયા અને બંદૂકો સાથે લોકોમાં ભયનો માહોલ ઉભા કરી રહ્યા છે
અમદાવાદના વાડજ વિસ્તારમાં કેટલાક આસામજિત તત્વોનું આતંક સામે આવ્યો છે રવિવારની રાત્રે તલવારો હાથમાં લઇ પોતાનો ખૌફ બતાવવા તલવારો વડે જનતા પર હુમલો કર્યો અને દુકાન તેમજ વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો ઘટનામાં બે લોકોને ઇજા પહોંચી હતી સમ્રગ ઘટનાની જાણ વાડજ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો દુકાન બંધ કરાવવા આવેલા 7 જેટલા અસામાજિક તત્વોને ઝડપી પાડવા પોલીસે દોડતી થઇ છે રાજ્યમાં દિવસને દિવસે ગુનેગારો બેલગામ બની પોતાની ધાક જમાવવા હથિયારો વડે જાહેર જનતામાં ભયનો માહોલ સર્જી રહ્યા છે હાલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે