વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાતમા ભાજપના બે મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા આંચકી લેવાતા રાજકારણ ગરમાયુ છે.
હવે આ મુદ્દે કોંગ્રેસ બીજેપી સરકારને ઘેરી છે.
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ મોટો આરોપ લગાવતા કહ્યું કે, 2017માં ભાજપે જુઠ્ઠાણા ફેલાવી સત્તા મેળવી હતી અને માત્ર ત્રણ વર્ષમાંજ મંત્રી મંડળ બદવું પડ્યું હતું,ત્યારે સવાલ થાય કે જેતે વખતે મંત્રીઓના વખાણ કરતા હતા તે ખોટા હતા?
તેઓએ કહ્યું કે ખેડા જિલ્લામાં જુદા-જુદા સર્વે નંબરની જમીનના કાચા ચિઠ્ઠા રાજેન્દ્ર ત્રિવેદીના હાથમાં આવ્યા હતા,જે તેઓએ દિલ્હીના બોસને આપ્યા અને 30 હજાર ચોરસ મીટર જમીન કોના નામે હતી ?તે તપાસનો વિષય છે.
અમદાવાદમાં પણ અનેક જમીનમાં આવું થયુ હોવાના આક્ષેપો કર્યા છે.
મનીષ દોશીના મતે દલિત સમાજની જમીન ભાજપના નેતાએ બિલ્ડરોને આપી દીધી છે.
ખોટા ખેડૂતો ઉભા કરાયા હતા, પુર્ણેશ મોદીએ એક્ટ ઓફ ગોડ નડ્યો છે. રોડ ઉપરના ખાડા તો ના પુરાયા પણ મંત્રી હટી ગયા.
ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની વાત તેઓએ કરી હતી.