રાજકોટ ,તા.22

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

શું મુખ્યમંત્રી અને બની બેઠેલા મુખ્યમંત્રી એટલે કે સી.આર.પાટીલજી  વચ્ચે કોઈ વાંધો પડયો છે?: ઇન્દ્રનીલ રાજગુરુ

શા માટે ભાજપે તાત્કાલિક બે મંત્રીઓ પાસેથી મંત્રાલય છીનવ્યું: ઇન્દ્રનીલ રાજગુરુ

શું આ મંત્રીઓએ ભ્રષ્ટાચારના પૈસા સી.આર.પાટીલ સુધી નથી પહોંચાડયા? : ઇન્દ્રનીલ રાજગુરુ

શું દિલ્હીથી આ બે મંત્રીઓ પાસેથી  મંત્રાલય લઇ લેવાનો ઓર્ડર આવ્યો હતો?: ઇન્દ્રનીલ રાજગુરુ

શું આ મંત્રીઓએ કોઈ ભ્રષ્ટાચાર કર્યો હતો?: ઇન્દ્રનીલ રાજગુરુ

શું ગુજરાતની સરકાર દિલ્હીથી ચાલે છે?: ઇન્દ્રનીલ રાજગુરુ

શું પૈસાની લેતીદેતીના કારણે બે મંત્રીઓના મંત્રાલય છીનવી લેવામાં આવ્યા?: ઇન્દ્રનીલ રાજગુરુ

ભાજપ ગુજરાતની સરકારને પોતાની એક પેઢીની જેમ ચલાવી રહી છે: ઇન્દ્રનીલ રાજગુરુ

બહુમતીના જોરે ભાજપ સરકારે બિનઅનુભવી લોકોને મંત્રીમંડળમાં સામેલ કરી દીધા: ઇન્દ્રનીલ રાજગુરુ

વિજયભાઈ રૂપાણીને પણ જ્યારે બદલવામાં આવ્યા ત્યારે પણ મેં પૈસાની લેતીદેતીની વાતો સાંભળી હતી: ઇન્દ્રનીલ રાજગુરુ

ભાજપમાં નક્કી જ છે કે કોઈ મંત્રી કે મુખ્યમંત્રીએ જ નહીં પણ એક પક્ષ દ્વારા જ સીધો ભ્રષ્ટાચાર કરવો: ઇન્દ્રનીલ રાજગુરુ

ગુજરાતની જનતાને  જાણવાનો અધિકાર છે કે શા માટે બે મંત્રીઓ પાસેથી મંત્રાલય છીનવ્યું: ઇન્દ્રનીલ રાજગુરુ

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, ભાજપ ગુજરાતની સરકાર ને  પોતાની એક પેઢીની જેમ ચલાવી રહી છે.  ભાજપે ગુજરાત સરકારને નફાખોરી નું એક સાધન બનાવી લીધું છે.  ભાજપના અંદર ના ઝગડા સીધા ગુજરાત સરકારના વહીવટી તંત્રની અસર કરે છે.  ભાજપે ગઈકાલે  બે મંત્રીઓ પાસેથી તેમના વિભાગ છીનવી લેવામાં આવ્યા છે. 

સૌથી પહેલા તો એ વાત કહીશ કે,  બહુમતીના જોરે ભાજપ સરકારે  બિનઅનુભવી લોકોને મંત્રીમંડળમાં સામેલ કરી દીધા.  અને જે લોકો ઠીક ઠાક હતા અને ગુજરાતની પ્રજાના હિતમાં થોડા ઘણા સારા નિર્ણયો  લેતા હશે એટલા માટે અથવા તો  પૈસાની વહેંચણી માં સમસ્યા ઊભી થઈ હશે, એટલા માટે કદાચ તેમના મંત્રાલય તેમની પાસેથી પાછા લેવામાં આવ્યા.  ભાજપ સરકારે ગાંધીનગરમાં  ભ્રષ્ટાચારનો એક અડ્ડો બનાવી દીધો છે.  હાલના મુખ્યમંત્રી અને બની બેઠેલા મુખ્યમંત્રી એટલે કે સી.આર.પાટીલજીની નવી સરકાર બને બહુ સમય નથી થયો તો એમને શું વાંધો પડયો એ મોટો સવાલ છે. 

સરકારમાંથી જ્યારે કોઈ મંત્રી પાસેથી મંત્રીપદ પાછું લેવામાં આવે તો એ ભાજપનો અંગત મામલો રહેતો નથી. મંત્રીએ શું કર્યું?  એમનો હવાલો કેમ પાછો લઈ લેવામાં આવ્યો?  આ બધી બાબતો ની હકીકત જાણવાની ગુજરાતની જનતાને અધિકાર છે. હું ગુજરાતી જનતા વતી ભાજપ સરકારને પૂછવા માગું છું કે શા માટે તે મંત્રીઓ પાસેથી તેમના વિભાગ પાછા લેવામાં આવ્યા.  શું મુખ્યમંત્રી અને સી.આર.પાટિલ ના મતભેદોના કારણે આ પગલાં લેવામાં આવ્યા છે?  છાપાઓમાં સમાચાર આવે છે કે દિલ્હીથી કહેવામાં આવ્યું એટલા માટે  બે મંત્રીઓના તેમના વિભાગ પાછા લેવામાં આવ્યા છે,  તો મારો સવાલ એ છે કે શું ગુજરાત સરકાર દિલ્હીથી ચાલે છે?

મુખ્યમંત્રી શ્રી ને  જરૂર કહેવા માંગીશ કે ગુજરાતની જનતાના કારણે તમે એ ખુરશી પર બેઠા છો,  તો એ ખુરશીની ગરિમા જળવાઇ રહે તે પ્રકારનું વર્તન આપનું હોય એ આશા ગુજરાતની જનતા ચોક્કસપણે રાખે છે. સવાલ એ જ છે કે શું આ મંત્રીઓએ કોઈ ભ્રષ્ટાચાર કર્યો હતો?  શું  આ  મંત્રીઓએ ભ્રષ્ટાચારના પૈસા સી.આર.પાટીલ સુધી નથી પહોંચાડયા?  કે દિલ્હીના કોઈ ઓફિસર સુધી પૈસા નથી પહોંચાડયા?  આ બધી માહિતી ગુજરાતની જનતાને હોવી જોઈએ. 

આ પહેલા પણ વિજયભાઈ રૂપાણી ને પણ જ્યારે બદલવામાં આવ્યા ત્યારે પણ મેં આ જ પ્રકારની વાતો સાંભળી હતી.  કારણ કે ભાજપમાં એ લોકોને ભ્રષ્ટાચાર સિવાય અન્ય બીજા મુદ્દે કોઈને ખાસ વાંધો પડતો નથી. ભાજપમાં નક્કી જ છે કે કોઈ મંત્રી કે મુખ્યમંત્રીએ જ નહીં પણ એક પક્ષ દ્વારા જ સીધો ભ્રષ્ટાચાર  કરવામાં આવે છે.