ગાધીનગર,તા.22 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પાંચ નગરપાલિકાઓના વિકાસ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. પાંચ નગરપાલિકાઓના વિવિધ વિકાસકાર્યો માટે 85 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જેમાં ધ્રાંગધ્રા, માણસા, કડી, વડનગર અને બાવળા નગરપાલિકામાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે તળાવ બ્યુટીફિકેશન, રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, ગાર્ડન, પાણીની લાઈન, પેવર બ્લોક જેવા વિકાસના કામો હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રી દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો

નગરોના વણથંભ્યા વિકાસની નેમ
- મુખ્યમંત્રીશ્રીએ પાંચ નગરપાલિકાઓના વિકાસ કાર્યો માટે લીધો મહત્વનો નિર્ણય
- પાંચ નગરપાલિકાઓના વિકાસ કાર્યો માટે 85 કરોડ રૂપિયા કર્યા મંજૂર
- ધ્રાંગધ્રા, માણસા, કડી, વડનગર અને બાવળા નગરપાલિકામાં વિકાસ કાર્યો થશે
- ધ્રાંગધ્રાના માનસર તળાવ બ્યુટિફીકેશન માટે રૂપિયા ૪.૨૫ કરોડ મંજૂર 
- માણસાના ચંન્દ્રાસર  તળાવ બ્યુટિફીકેશન માટે રૂપિયા ૪.૮૭ કરોડ મંજૂર
- કડીમાં ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અંતર્ગત રૂપિયા ૪૪.૮૩ લાખના ૯ કામો મંજૂર
-  વડનગરમાં ૫૦૫૧ ઘરોની ગટર લાઈન મુખ્ય લાઈન સાથે જોડવાના રૂપિયા ૩.૫૩ કરોડના કામો હાથ ધરાશે
    - બાવળા નગરપાલિકાની ભુગર્ભ ગટર યોજના માટે રૂપિયા ૭૧.૮૦ કરોડના કામોને મંજૂરી