સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વિપુલ પ્રમાણમાં થઇ રહી છે. સરદાર સરોવરના ઉપરવાસમાં આવેલા ઇન્દિરાસાગર ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઇ રહી છે. જેને કારણે ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઈન્દિરાસાગર ડેમમાંથી 12 ગેટ 2.50 મીટર ખોલી 3,15,980 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેના પગલે નર્મદા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે.

  • ઇન્દિરાસાગર ડેમમાંથી પાણીની પુષ્કળ આવક
  • નર્મદા ડેમની સપાટી વધી 136.00 મીટરે પહોંચી
  • નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજની સ્થિતિ હાલ 4921 MCM

નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજની સ્થિતિ હાલ 4921 MCM છે. નર્મદા ડેમની સપાટી હાલ 136.00 મીટર છે. પણ ઇન્દિરાસાગર ડેમમાંથી છોડાઇ રહેલા પાણીના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક 1 લાખ 92 હજાર 246 ક્યુસેક છે. હાલ સરદાર સરોવર ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલી 1,00,000 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. જેના પગલે રિવરબેટ પાવર હાઉસના 6 વીજમથક ચાલુ કરી 43,685 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. નર્મદા ડેમમાંથી કેનાલમાં 17,859 ક્યુસેક પાણી છોડાઇ રહ્યુ છે.