ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો બે દિવસ મહત્વના હોઇ શકે છે. રાજ્યમાં બે દિવસ એટલે 22 અને 23 ઓગસ્ટ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આગામી આ બે દિવસ દરમિયાન બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદની આગાહીની વાત કરીએ તો, લોકોએ વરસાદના આક્રમક રાઉન્ડ માટે ફરી તૈયાર રહવું પડશે. આજે 5 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
- રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી
- ભારે વરસાદની આગાહી કરવામાં આવી
- આજે 5 જિલ્લામાં ભારે પડી શકે છે વરસાદ
- રાજ્યમાં મોટાભાગે થન્ડર સ્ટ્રોમ સાથે વરસાદ
- રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ
જ્યારે મંગળવારે બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે રાજ્યના 5 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સોમવારે રાજ્યમાં સર્વત્ર વરસાદ ખાબકી શકે છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને પાટણને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે.
પાટણમાં વરસાદને લઇને કોઇ ખાસ વોર્નિંગ નથી. પરંતુ રાજ્યમાં મોટાભાગે થન્ડર સ્ટ્રોમ સાથે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજ માટે આ આગાહી કરવામાં આવી છે.