મ્હેપોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેપી.ભંડારી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં બનતા મિલ્કત સંબધી ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપી પકડવા તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એ.એસ.અસારી તથા અમરેલી સીટી પો.સ્ટે . સર્વેલન્સ ટીમ દ્વારા હ્યુમન સોર્સીસ તથા અમરેલી કમાન્ડ કંટ્રોલ ( નેત્રમ ) ની મદદથી ( ૧ ) અમરેલી સીટી પો.સ્ટેએ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૨૦૭૮૦૪૨૦૨૨ આઇ.પી , સી , કલમ ૩૭૯ તથા ( ૨ ) અમરેલી સીટી પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૨૦૭૮૧ / ૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯ ના ગુન્હાના કામે આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી તેઓના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપી કોમલબેન વા / ઓ પંકજભાઇ બૈજુભાઇ વાઘલીયા ઉ.વ .૨૦ ધંધો - મજુરી રહે.રાજકોટ પોપટપરા પુલ પાસે ઝુપડપટ્ટીમાં તા.જી.રાજકોટ રીકવર કરેલ મુદ્દામાલ ( ૧ ) ઓપો કંપનીનો ઓપો એ -૩૩ એન્ડ્રોઇડ મોબાઇલ જેના IMEI નં .૮૬૪૮૫૮૦૫૫૭૩૪૬૧૬ કિ.રૂ ૧૦૦૦૦ ( ૨ ) ઓપો કંપનીનો ઓપો એ -૩૭ એન્ડ્રોઇડ મોબાઇલ જેના IMEI1 નં .૮૬૫૬૩૯૦૩૨૩૫૪૫૩૧ કિ.રૂ .૩૦૦૦ / આમ , પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એ.એસ અસારી તથા અમરેલી સીટી પો.સ્ટે સર્વેલન્સ ટીમ દ્વારા તથા અમરેલી કમાન્ડ કંટ્રોલ ( નેત્રમ ) ની મદદથી આ કામગીરી કરવામાં આવેલ છે .

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ અમરેલી