સૌરાષ્ટ્ર કાશ્મીર તરીકેની નામના પ્રાપ્ત કરનાર મહુવાના ઐતિહાસિક સાડા પાંચ હજાર વર્ષ પોરાણીક ભવાની માતાના મંદિરે કાળભૈરવ અને બટુક ભૈરવ ની મૂર્તિની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

 સંત સુરા અને ભક્તોની ભૂમિ એટલે ગોહિલવાડ ની રખેવાળી કરતા અને ભગવાન કૃષ્ણ અને રૂક્ષમણી ના પ્રેમ નુ પ્રત્તિક એટલે ભવાની માતાનુ મંદિર તેમના ભવાની માતાના વીર એવા કાળભૈરવ અને બટુક ભૈરવની મૂર્તિની ત્રણ દિવસના યજ્ઞનું આયોજન સાથે મૂર્તિ પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમના દ્વારે બંને બાજુએ મંદિરો બનાવી તેમાં મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યુ હતુ અને ત્રણ દિવસનો યજ્ઞ નુ આયોજન કરવા માં આવ્યુ હતુ આ ધામિક કાયક્રમ માં મહુવાની તેમજ ગુજરાતના વિવિધ સ્થળોથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી