ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇને અત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.જેમાં ઓછ રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે તેવા મતદાન મથકની છોટા ઉદેપુર કલેકટર દ્વારા મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા છે.
હાલમાં ચાલી રહેલા સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં વધુમાં વધુ નવા મતદારો જોડાય અને ખાસ કરીને ૧૮ થી ૨૯ વર્ષની વય જૂથના લોકો જોડાય અને મતદાર યાદીમાં જરૂરી સુધારાઓ તેમજ નવા મતદારો જોડાય તે માટે દર રવિવારે મતદાન મથક ખાતે BLO કામગીરી કરી રહ્યા છે. આ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ખાસ કરીને મહિલાઓ પણ જોડાય, તેમાંય નવા મતદાર તરીકે યુવતીઓ પણ જોડાય તે માટે કલેકટરે દરેક BLO ને સૂચન કર્યું છે.
આ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારો મતદાન સમયે તેઓને સેવા મળી રહે તે માટે પોતે આ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં પોતાની નોંધણી કરાવી શકે છે કે જેનાથી મતદાનના સમયે તેઓને તંત્ર તરફથી મતદાન સમયે મદદ કરી શકાય.
આ ઉપરાંત ચૂંટણી વિભાગ તરફથી દરેક મતદાર પોતાનું ચૂંટણી કાર્ડ જો તેઓ ઈચ્છે તો સ્વૈચ્છિક રીતે આધાર સાથે લિંક કરાવી શકે તે માટે જરૂરી સૂચન BLO ને કર્યા હતા.
પરંતુ છોટા ઉદેપુર વિધાનસભા મત વિસ્તારના કેટલાક મતદાન મથકો ઉપર ખૂબ જ ઓછા રજીસ્ટ્રેશન જોવા મળતા આજે છોટા ઉદેપુર જીલ્લા કલેકટર સ્તુતિ ચારણ તેમજ પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીએ તેજગઢ ૪ મતદાન મથક તેમજ ની મુલાકાત લઈ BLO ને જરૂરી સૂચનો આપ્યા હતા. અને વધુમાં વધુ લોકો આ મતદાર યાદી સુધારણામાં ભાગ લે માટે પ્રયત્ન હાથ ધર્યા હતા.