ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાજ્યમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે જેમાં સાબરકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવી તો પહેલા ખેડબ્રહ્માના ધારાસભ્ય અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ કોંગ્રેસનો હાથ જોડી ભાજપ સાથે જોડાયા હતા તો બીજી તરફ થોડા જ સમય બાદ પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ કોંગ્રેસને ટાટા બાય બાય કહી  ભાજપમાં જવા માટે મન બનાવી લીધું છે જોકે મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસ છોડી ભાજપમાં જાય છે તેવી અટકળો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી જેનો આજે અંત આવ્યો હતો અને ખુદ મહેન્દ્રસિંહ બારૈયા એ સ્વીકાર કર્યો હતો કે આવતીકાલે તેઓના સમર્થક સાથે કમલમ પહોંચી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે આવતીકાલે મહેન્દ્રસિંહ બારૈયા તલોદ પ્રાંતિજ મત ક્ષેત્રના તેઓના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે પ્રાતીજથી કમલમ પહોંચશે અને કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરશે