ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભેગાળી ગામ માં લમ્પી રોગ દેખા દેતા પશુ પાલકોમા ફફડાટ ફેલાઇ જમાં પામી છે આ અંગે એનિમલ હેલ્પલાઇનમાં એક અઠવાડિયા પહેલાં ફરિયાદ નોંધાવેલ પરંતુ આજ દિન સુધીમાં કોઈ હેલ્પ મળી ન હોવાનું ભેગાળી ગામના ઉપ સરપંચ પી.ડી ડાભી એ જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ અંગે પશુ હેલ્પલાઇનમાં અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ૧૦ ગામો વચ્ચે એકજ એમ્બ્યુલન્સ છે અને કેસ ની સંખ્યા પણ વધુ હોય પહોંચવામાં મુશેલી પડી રહી છે સમયસર સારવાર n મળતા ભેગાળી ગામ માં રખડતાં પશુઓમાં લંમ્પી રોગ ના કારણે બે થી ત્રણ પશુઓના મોત નિપજતા હોય છે તંત્ર દ્વારા યોગ્ય સારવાર મળે તેવી માંગ છે