ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીએ પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી છે આપ દ્વારા રાજ્યના 19 બેઠકના ઉમેદવારોની જાહેરાત કર્યા તે પૈકીની પાંચ બેઠકો એવી છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો પાંચ હજારથી વધુ મતની લીડથી જીતી શક્યા નથી.
અગાઉ દિયોદર, છોટાઉદેપુર, ગારિયાધાર અને રાજકોટ ગ્રામ્યમાં આવા ઉમેદવાર પાંચ હજાર કરતાં ઓછા મતથી જીત્યા હોઇ ભાજપ અને કોંગ્રેસ બંને માટે આમ આદમીના 19 બેઠકના ઉમેદવારો ભારે પડી શકે છે.
આમ આદમી પાર્ટીની ગુજરાતમાં આવી સીટો પર નજર છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ખૂબ જ પાતળી સરસાઈથી જીત્યા છે ત્યાં જીતવાના ચાન્સ વધુ છે.
હાલ,આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્ર અને સુરતના પાટીદારો તેમજ વેપારી, ખેડૂત અને આદિવાસી અને જનતા માંથી આપની ટિકિટ આપવામાં આવતા તેમજ દિલ્હી,પંજાબ મોડેલ ઉપર ભાર મૂકી મફત ઉચ્ચ શિક્ષણ, રોજગારી, ખેડૂત,મહિલા ઉત્કર્ષ વગરે મુદ્દે જનતાને સુવિધાઓ આપવાની જાહેરાતને લઈ આગામી વિધાનસભા ની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાવાના આસાર છે.