સિહોર શહેરમાં રાત્રે 12ના ટકોરે નંદ ઘેર આનંદ ભયો જય કનેયા લાલકી... હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલકીના ગગનભેદી જય ઘોષ વચ્ચે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી બાદ સિહોર શહેરમાં મોડી રાતથી જ ઠેર ઠેર મટકી ફોડવાના કાર્યક્રમો યોજાયા હતા. ઉંચાઇએ બાંધવામાં આવેલી મટકી ફોડવામાં આવી હતી સિહોર શહેર નંદલાલના વધામણાંથી કૃષ્ણમય બની ગયું હતું સિહોર રબારી સમાજ આયોજિત મટકી ફોડવાના કાર્યક્રમ વડલાચોકથી મેઇન બજાર સુધીમાં ૫૧ થી વધુ મટકી ઊંચે લગાડવામાં આવી હતી ગોવિંદાઓ દ્વારા ફોડવામાં આવતી મટકીને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. જે તે જગ્યાએ નંદ ઘેર આનંદ ભયો જય કનેયા લાલકીના નાદથી વિસ્તારો ગુંજી ઉઠ્યા હતા. યુવાનો નંદ ઘેર આનંદ ભયો જય નંદલાલ કીના ગગનભેદી જય ઘોષ સાથે ઝૂમી ઉઠ્યા હતા ડીજે ઢોલ તાસાની ટીમે પણ જમાવટ કરી હતી ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પણ જન્માષ્ટમીને લઈને ઉત્સાહ છે. ઠેર ઠેર મંદિરોમાં શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોન્ત્સવ મનાવાયો હતો તેમજ મટકી ફોડના આયોજન કરવામાં આવ્યા હતા જન્માષ્ટમી પર્વની ઉજવણી કોરોના કાળના બે વર્ષ બાદ અનેરા ઉમંગ સાથે થઇ છે ચોમેર વાતાવરણ કૃષ્ણભય બન્યું હોઈ તેવો અદભુત માહોલ જોવા મળ્યો હતો