અમદાવાદ
Sponsored
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
નારોલમાં રહેતી મહિલાના પતિ કોઇ કામધંધો કરતા ન હતા અને ઘરમાં કરિયાણું પણ લાવી આપતા ન હતા. પતિ બીજા સાથે તકરાર કરતા હતા. જેથી પત્નીએ સમજાવતા પત્ની અને બાળકોને માર માર્યો હતો જેથી મનમાં લાગી આવતા પત્ની એ ઝેરી દવા પીને આત્મહત્યાની કોશિષ કરી હતી.
નારોલમાં રહેતા નગ્માબાનું નાસીરખાન પઠાણે નારોલ પોલીસ સ્ટેશનમાં નારોલ બાગે કૌશર પાસે સુફિયાપાર્કમાં રહેતા નાસીરખાન ઉર્ફે સંજય નાસીમખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવી છે કે આઠ વર્ષ લગ્ન થયા હતા. લગ્ન બાદ એક વર્ષ સુધી રાખી રીતે રાખવામાં આવી હતી ત્યારબાદ તેઓ કોઇ કામધંધો કરતા ન હતા.ઘરમાં કરિયાણાનો સર સમાન પણ લાવી આપતા ન હતા અને ફરિયાદી સાથે તકરાર કરીને મારઝૂડ કરતા હતા. મહિલા પિયરમાં જાય ત્યાં તો ત્યાં આવીને મહિલાના મમ્મી પપ્પા સાથે પણ તકરાર કરતા હતા અને સોસાયટીના અન્ય લોકો સાથે પણ તકરાર કરતા હતા. તા.૨૩ના રોજ પતિ કોઇની સાથે તકરાર કરતા હતા જેથી ફરિયાદી ેતેમને સમજાવવા જતાં તેમને અને બાળકોને માર માર્યો હતો. જેથી મનમાં લાગી આવતાં કંટાળીને મહિલાએ ઉંદર મારવાની દવા પીને આત્મહત્યાની કોશિષ કરી હતી, હાલમાં મહિલાને શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.