ખેડા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજે જિલ્લા કલેકટર કે. એલ. બચાણીની અધ્ય‍ક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં નાગરિક પુરવઠા, પાણી પુરવઠા, માર્ગ અને મકાનના કામો, સિંચાઇના કામો,આંગણવાડીના ઓરડાઓ, એસ.ટીના પ્રશ્નો અંગે ધારાસભ્યઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેના જે તે વિભાગના ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ઉત્તરો આપવામાં આવ્યા હતા.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જિલ્લા કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓને ધારાસભ્યાઓ દ્વારા રજુ થયેલ બાકી રહેતા પ્રશ્નો્નો જવાબ તથા ઉચિત માહિતી સત્વરે મોકલી આપવા જણાવ્યું હતું.

આ ઉપરાંત બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લામાં 12મી ઓગસ્ટ થી શરૂ થયેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે જાણકારી આપવામાં આવી હતી. જે અન્વયે કલેકટર દ્વારા તમામ અધિકારીઓ તથા તેમના પરિવારજનોના આધારકાર્ડને EPIC સાથે લિંક કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

 આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ , મહુધા મત વિસ્તારના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર, કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભી, ઠાસરા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર,પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરઓ સહિત જિલ્લાાના અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.