રીપોર્ટર-જુનેદ ઇશાકભાઈ પટેલ

ફતેપુરા-દાહોદ

 ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રીઓની વિવિધ માગણીઓ અંગે તેમજ તેમની અચોક્કસ મુદતની હડતાળને ટેકો જાહેર કરવા બાબતે મુખ્યમંત્રી અને પંચાયત વિભાગના મંત્રી ને સંબોધિને ફતેપુરા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું. 

 ફતેપુરા આદિવાસી ટાઇગર સેના દ્વારા આવેદન માં જણાવ્યા મુજબ પંચાયત વિભાગના તલાટી કમ મંત્રીઓના વિવિધ પ્રશ્નો સરકારશ્રીમાં હાલ પડતર છે. આ બાબતે તલાટી મંત્રી નાં યુનિયન દ્વારા પણ ખૂબ રજૂઆત થયેલ છે. આ રજૂઆત અમારા વિસ્તારના તલાટી કમ મંત્રી ઓ અને તેમના યુનિયન દ્વારા અમને મળેલ છે. જેમાં તલાટી કમ મંત્રી ઓના પ્રમોશન પગાર ધોરણ, કામગીરી તેમજ રેવન્યુ તલાટી અને પંચાયત તલાટી મંત્રી ની ફોજો કામગીરી અને ભરતી બાબતે નીચે પ્રમાણેના મુદ્દાઓ

(૧)સને ૨૦૦૪-૦૫ ભરતીના તલાટી કમ-મન્ત્રીઓ ને ૫વર્ષ ની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા બાબત.

(૨) સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ-૩ની જગ્યા એ વિસ્તરણ અધિકારી પંચાયત વર્ગમાં અપડેટ કરવામાં આવતાં તારીખ ૦૧/૦૧/૨૦૦ ત્યારબાદ મળવાપાત્ર પ્રથમ દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા બાબત તથા પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ લેવા સારું પરીક્ષા રદ્દ કરવા બાબત.

(3) રેવન્યુ (મહેસુલી) તલાટી ને પંચાયત તલાટી મંત્રી માં મર્જ કરવા બાબત અથવા તો જોબ ચાર્જ અલગ કરવા બાબત.

(૪) તારીખ ૦૧/૦૧/૨૦૧૬ બાદ મળવાપાત્ર પ્રથમ અને દ્વિતીય પગારધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજુર કરવા બાબત.

(૫) પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટી મંત્રીને ન સોંપવા અંગે અને વધારાનું ખાસ ભથ્થું આપવા બાબત.

 આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ તલાટી કમ મંત્રી ઓના પ્રશ્નોનું પડતર નિરાકરણ કરવા આપ સાહેબને નમ્ર અરજ છે. તેમજ તલાટી દ્વારા ચાલતી હડતાળને અમારૂ સમર્થન છે. તેમજ આવનાર સમયમાં ગુજરાત રાજ્ય તલાટી મંત્રી દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તેમાં અમારો પૂરે પૂરું સમર્થન અને સાથ સહકાર રહેશે. 

આમ ફતેપુરા તાલુકા આદિવાસી ટાઇગર સેના દ્વારા પોતાના આવેદનપત્રમાં જણાવ્યું હતું