ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોય અને તે માટે દરેક પક્ષોએ અને કાર્યકરતાઓ મહેનત શરૂ કરી દીધી છે અને ચૂંટણીને આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહી ગયા છે ત્યારે દરકે પક્ષ ચૂંટણી જીતવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને આ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના નિવેદન બહાર આવવાના શરૂ થઇ ગયા છે. આ વિધાનસભાની ચૂંટણીને લઈને એક મહત્વનું નિવેદન આવ્યું છે અને આ નિવેદન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આપવામાં આવ્યું હતું.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિવેદન  

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોને ટિકિટ મળશે અને કોણ ચૂંટણી લડશે તેને લઈને અત્યારથી ચર્ચાઓ થવા લાગી છે. ચૂંટણીની ટિકિટ અને ચૂંટણી લડવા અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આ અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે ચૂંટણી લડવા અંગેનો નિર્ણય સરકાર પર છોડ્યો છે અને જો પક્ષ ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ.

આ અંગે વિજયભાઈ રૂપાણીએ વધુ નિવેદન આપતા કહ્યું હતું કે પક્ષ જે રીતે કહેશે તેમ કરીશ અને ગુજરાતમાં પક્ષને વિજય બનાવવા માટે ચૂંટણીમાં પ્રયત્ન કરીશ. જો પક્ષ મને ચૂંટણી લાડવા માટે ના કહેશે તો હું ચૂંટણી નહીં લડું. મેં મારો નિર્ણય પક્ષ પર છોડ્યો છે. અને પક્ષ જે કહેશે તેમ કરીશ. આપને જણાવી દઈએ કે હાલ વિજયભાઈ રૂપાણી  માં અંબાજીના દર્શન કરવા ગયા છે.