ડેડાણ શ્યામ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
શ્રી તુલસીશ્યામ મંદિરના ટ્રસ્ટી ડેડાણ દરબાર શ્રી મહેશભાઈ કોટીલા તેમજ શ્યામ સેવકો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવે છે
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખાંભા તાલુકાના ડેડાણ માં ઐતિહાસિક ભગવાન શ્રી શ્યામ સુંદર સાક્ષાત બિરાજમાન હોય ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ના દર્શન નો લાભ લેવા ડેડાણ ગામ ના વતની અને હાલ મુંબઈ નટુભાઈ સલ્લા. અલ્પેશભાઈ દોશી. શૈલેષ ભાઈ દેસાઈ (હકાભાઈ )અને તેની ટીમ ખાસ હર વર્ષની માફક આ વર્ષે પણ પોતાના વતનમાં ગ્રામજનો સાથે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવે છે તેમજ શૈલેષ ભાઈ દેસાઈ દ્વારા હર વર્ષની માફક આ વર્ષે પણ ડેડાણ ગામ ના તમામ મંદિરોમાં ડેકોરેશન તેમજ શણગાર આપી શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી