રાજુલા તાલુકાના મોરંગી ગામે કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો.મુસ્લિમ સમાજ દ્વારા ચા - નાસ્તા અને શરબત ના આયોજનથી એકતાનો સંદેશ ફેલાવ્યો. એક હિન્દી પિક્ચરનું ગીત છે ના હિન્દુ બનેગા,ના મુસલમાન બનેગા, ઈન્સાન કી ઓલાદ હે ઈન્સાન બનેગા......ઈશ્વર - અલાહના દરબારમાં બધાને સરખા ગણવામાં આવે છે. ભારત દેશમાં વિવિધ ધર્મો - સંપ્રદાયો - સમુદાયો દ્વારા તમામ ધાર્મિક તહેવારો દરેક સાથે રહીને ઉજવવામાં આવે છે.રાજુલા તાલુકાના મોરંગી ગામ કૃષ્ણ જન્મોત્સવ મા રંગાઈ ગયું હતું.જન્માષ્ટમીના પર્વ પર ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા મારુતિ મિત્ર મંડળ દ્વારા પ્લોટ વિસ્તાર મા આવેલ શ્રી રામાપીરના મંદિર થી પ્રસ્થાન થઈ ઈમામ હુસૈન ચોક ,મુખ્ય બજાર થઈ પરત શ્રી રામાપીર મંદિરે વિરામ આપવામાં આવેલ.દરમ્યાન મુસ્લિમ સમાજ દ્વારા હુસૈન ચોકમાં ચા - નાસ્તા અને સબિલ નું આયોજન કરાયેલ.ખુશીની વાત એ છે કે મુસ્લિમ સમાજ દ્વારા મટકી ફોડનું આયોજન કરતા સૌ ઝૂમી ઊઠયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે મોહરમમા જુલૂસ માતમ દરમ્યાન હિન્દુ સમાજ દ્વારા ચા અને શરબતનું આયોજન કરવામાં આવતું હોય છે. મોરંગીના સમસ્ત ગ્રામજનો કૃષ્ણમય બની ગયા હતા.ગામના નાગરીકોએ પરસ્પર એક - બીજાનો આભાર માન્યો હતો.