રોજ સુરતના પુણા વિસ્તારમાં પરિવાર સાથે સૂતી હતી ત્યારે તેનું અપહરણ કરી આરોપી રામપ્રસાદ ઉર્ફે લલનસિંગ મહેશસિંગ ગૌણ નજીકના બસ પાર્કિંગમાં લઈ ગયો હતો. જ્યા તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં બાળકીનું ગળુ દબાવી હત્યા કરી લાશ ત્યાં જ દફન કરી દીધી હતી. બાળકી પોતાની પાસે ન દેખાતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે તપાસ કરી આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે ફક્ત 91 દિવસમાં જ આરોપીને ફાંસીની સજા ફટકારી નવો દાખલો બેસાડ્યો છે.