ચંદ્રની ધરતી પર ભારતે ઇતિહાસ રચવાની ખુશીમાં હાલોલ ભાજપા દ્વારા બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા ખાતે ઉજવણી કરાઈ.
 
સમગ્ર વિશ્વભરમાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ઈસરોના મહાન વૈજ્ઞાનિકો દ્વારા આજે સાંજે ભારતનો ડંકો સમગ્ર વિશ્વમાં વગાડવામાં આવી ઇતિહાસ રચવામાં આવ્યો છે જેમાં છેલ્લા કેટલાય દિવસોથી જે ઘડી અને  ભારતની જે અદભુત સિદ્ધિના અવસરની રાહ જોવાઈ રહી હતી તે ઘડી આજે અને તે અદભુત સિદ્ધિનો અવસર આજે ભારતના આંગણે ચંદ્રના રસ્તેથી આવી પહોંચ્યો હતો જેમાં ચંદ્રની ધરતી પર ભારતે આજે ઇતિહાસ રચ્યો હતો અને ચંદ્રની ધરતી પર ભારતના ચંદ્રયાનનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાયું હતું જેમાં સાંજના છ વાગ્યા પછીના સુમારે ચંદ્રના સાઉથ પોલ પર ચંદ્રયાન-3 નું વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું અને ચંદ્ર પરથી ભારતના યાનનો મેસેજ આવ્યો હતો કે હું પહોંચી ગયો છું જે મેસેજ સાંભળતાની સાથે સમગ્ર વિશ્વભરમાં ભારતની સિદ્ધિનો ડંકો વાગ્યો હતો અને ચંદ્રના સાઉથ પોલ પર ચંદ્રયાન લેન્ડિંગ કરનાર સમગ્ર વિશ્વભરમાંથી ભારત એક માત્ર દેશ બનતા સમગ્ર દેશભરમાં આજે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો જે અંતર્ગત સમગ્ર દેશવાસીઓએ આજે ઉજવણી કરી હતી જેને અનુલક્ષીને આજે હાલોલ શહેર ખાતે પણ ચંદ્રયાન-3 ના સફળતાપૂર્વક અભૂતપૂર્વ લેન્ડિંગની ઉજાણી ઉત્સવ સાથે મનાવવામાં આવી હતી જેમાં હાલોલ શહેર અને તાલુકા ભાજપા સંગઠનના હોદ્દેદારો અને મહિલા પુરુષ કાર્યકરો સહિતના લોકોએ મોટી સંખ્યામાં હાલોલ શહેરના હાર્દ સમા બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા ખાતે એકત્રિત થયા હતા અને ચંદ્રયાનના સફળતાપૂર્વક ઉતરાણની ઉજવણી કરી હતી અને ભારે આતશબાજી કરી હતી અને એકબીજાની મોઢું મીઠું કરાવી મીઠાઈઓ વેચી સમગ્ર દેશના નાગરિકોને તેમજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સહિત ઈસરોના વૈજ્ઞાનિકો અને ચંદ્રયાન-3ના મિશન  સાથે જોડાયેલા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી દેશને ગૌરવ પ્રદાન કરાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો ઈસરોના વૈજ્ઞાનિકોનો અને ભારત દેશનો જયકારો બોલાવ્યો હતો અને રંગે ચંગે ઉત્સાહપૂર્વક ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ભારે ધૂમધામ પૂર્વક ચંદ્રયાનના સફળતાપૂર્વક લેન્ડિંગની ઉજવણી કરી હતી.