ચાણસ્મા પંથકમાં જન્માષ્ટમી ધામધૂમથી ઉજવાઈ.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

  પાટણ જીલ્લાના ચાણસ્મા શહેર તેમજ ગામડામાં ભાવ ભક્તિથી જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાયો હતો.સવારથી જ શહેરના કૃષ્ણ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. મંદિરો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલખી ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.તેમજ ધજા પતાકાઓ અને રંગબેરંગી રોશનીથી ઠાકરજીના મંદિરોને શણગારાયા હતા. ચાણસ્મા શહેરના ભાનાણીની વાડી પાસે કાનદાસના પરામાં, જૂના સુથારવાસમાં, ખાડિયા ચોક સહિત તેમજ સેવાળા,લણવા, ગામે મટકીફોડ,રાસ ગરબા સહિત ના કાર્યક્રમો યોજાયા હતા. જયારે ખારીઘારીયાલ ખાતે નિલકંઠ મહાદેવજીના મંદિરે ધજાપતાકાઓ તેમજ રંગબેરંગી લાઇટિંગથી મંદિર ને શણગારવામાં આવ્યું હતું.તેમજ શિવધુન,ભજન, મટકીફોડ,કૃષ્ણ જન્મોત્સવ સહિત ના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.કૃષ્ણ જન્મોત્સવ ને લઇ મંદિર જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલખી ના નાદથી મંદિર ગુંજી ઉઠયુ હતું જન્મોત્સવ બાદ તમામ ભક્તજનો કાંતિભાઇ ઇશ્વરદાસ પટેલ તરફથી પેંડા અને ફરાળી કેવડો આપવામાં આવ્યો હતો.ત્યારબાદ પંજરીની પ્રસાદ આપવામાં આવી હતી.