રાજ્યભરમાં જન્માષ્ટમી પર્વની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકા, ડાકોર, શામળાજી, મથુરા મંદિર જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યા હતા. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદ સાથે રાત્રે 12 વાગ્યે શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.
- શામળાજી મંદીરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
- શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવના વધામણાં
- હર્ષોઉલ્લાસ સાથે થયા કૃષ્ણના વધામણાં
ભગવાન કૃષ્ણને આભૂષણોથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. કૃષ્ણ મંદિર પરિષરમાં ભાવી ભક્તોએ ભજન અને કીર્તન કર્યા હતા. વિશેષ પૂજા અને આરતી બાદ ભક્તોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. અરવલ્લીના શામળાજીમાં રંગેચંગે જન્માષ્ટમી ઉજવવામાં આવી હતી. વિધિવત પૂજા અર્ચના કરીને ભગવાનના જન્મની ઉજવણી કરાઇ હતી. શામળાજીમાં ભક્તોએ કૃષ્ણ જન્મોત્સવનો લાભ લીધો. શામળાજી મંદિરે દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા.