પૈસા તથા પાના વડે જાહેરમાં તીન - પતી નો જુગાર રમતા રોકડ રૂ -૧૦,૨૫૦ / - મુદામાલ સાથે ત્રણ ઇસમો ને પકડી પાડતી દામનગર પોલીસ ટીમ તા .૧૯ / ૦૮ / ૨૦૨૨ ભાવનગર રેન્જ આઇ.જી.પી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ જુગાર જેવી ગેકા પ્રવૃતિઓ નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનવ્યે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ , નાઓએ જીલ્લામાં દારૂ જુગારના સફળ કેશો શોધી કાઢી ગે.કા પ્રવૃતિઓ સંપુર્ણ નાબુદ કરવા સઘળા પ્રયત્નો કરવા અને આવી બદી સંપુર્ણ નાશ કરવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેપી.ભંડારી સાહેબ અમરેલી વિભાગનાઓ દ્વારા તથા સર્કલ પો.ઇન્સ અમરેલી નાઓ દ્વારા આપેલ જરૂરી માર્ગદર્શન મુજબ દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.શ્રી એ.આર.છોવાળા નાઓની રાહબરી હેઠળ દામનગર પો.સ્ટે.ની ટીમ બનાવી કામગીરી હાથ ધરવામા આવેલ જેમા દામનગર પો.સ્ટે.ના ટાઉન વિસ્તારમાં આવેલ કોળીવાડ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ખુલ્લી જગ્યામાં પૈસા તથા પાના વડે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રૂ ૧૦,૨૫૦ / -તથા ગંજીપતાના પાના નંગ -૫૨ કિ.રૂ ૦૦/૦૦ સાથે પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢેલ છે . ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગતઃ ( ૧ ) કેતનભાઇ ભુપતભાઇ મકવાણા ઉ.વ .૨૭ ધંધો - મજુરી રહે.દામનગર , કોળીવાડ તા.લાઠી જી.અમરેલી ( ૨ ) ભયલુભાઇ રામજીભાઇ ભેસાણીયા ઉ.વ .૨૩ ધંધો - મજુરી રહે દામનગર , કોળીવાડ તા.લાઠી જી.અમરેલી ( ૩ ) વિજયભાઇ દિનેશભાઇ અદગામા ઉ.વ .૨૬ ધંધો - મજુરી રહે.દામનગર , કોળીવાડ , તા.લાઠી જી અમરેલી આમ આ સમગ્ર કામગીરીમાં દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.શ્રી એ.આર.છોવાળા નાઓ તથા ટાઉન બીટના ઇન્ચાર્જ હેડ કોન્સ કેઆર સાંખટ તથા પો.કોન્સ જયંતિભાઇ ધીરૂભાઇ વાઘેલા તથા પો.કોન્સ પ્રકાશભાઇ નારણભાઇ ધાંધલા તથા સર્વેલન્સ ટીમના પો.કોન્સ વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ નાઓ કામગીરીમાં જોડાયેલ હતા .

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી