ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં પાદરા તાલુકાના અભોર ગામના ખેડૂતોએ ગત શનિવારે ગાંધીનગર સચિવાલય સ્થિત સરદાર સરોવર નર્મદા નિગમની ઓફિસમાં દરોડો પાડયો હતો અને ઓફિસના કોમ્યૂટર અને ખુરશીઓ જપ્ત કરી લેતા દોડધામ મચી ગઇ હતી. અભોડ ગામમાં ૩૫ વર્ષ પહેલા નર્મદા નિગમે જમીન સંપાદન કરી હતી અને તે પેટેનું વળતર ચુકવવામાં ૩૫ વર્ષથી નિગમ અખાડા કરતુ હોવાથી ખેડૂતોએ કોર્ટના હૂકમના આધારે શનિવારે સામાન જપ્ત કરી લીધો હતો.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અભોર ગામના ખેડૂત આગેવાન દામોદારભાઇ પટેલનું કહેવુ છે કે ૩૫ વર્ષથી અમે વળતર માટે રઝળપાટ કરી રહ્યા છીએ. નર્મદા નિગમ અમને કોઇ જવાબ જ નથી આપતુ. અભોર ગામમાં ૧૯૮૭ માં નર્મદા નહેર માટે જમીન સંપાદન કરવામાં આવી હતી અને ત્યારે પિયત જમીનના પ્રતિ ગુંઠા રૃ. ૨૨૫ અને બિન પિયત જમીનના પ્રતિ ગુંઠા રૃ. ૧૫૦ વળતર નક્કી કરાયુ હતુ પરંતુ આ વળતર ખૂબ ઓછુ હોવાથી અમે કોર્ટમાં ગયા હતા અને આખરે હાઇકોર્ટે પિતય જમીનના પ્રતિ ગુંઠે ૧૬૨૫ જ્યારે બિન પિયતના પ્રતિ ગુંઠે ૧૩૦૦ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
હાઇકોર્ટના હુકમ બાદ નર્મદા નિગમે પૈસા તો જમા કરાવ્યા છે. પરંતુ પિયત જમીનનુ વળતર ચૂકવવામાં કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને અમને પ્રતિ ગુંઠે રૃ.૧૬૨૫ ના બદલે રૃ.૧૪૦૦ જ ચુકવ્યા હતા અને રૃ.૨૨૫ ચુકવવાના બાકી રાખ્યા હતા. પિતય જમીનવાળા ૨૭ ખેડૂતોના બાકી નીકળતા પૈસા નર્મદા નિગમે ચૂકવ્યા નથી. વર્તમાન બજાર કિંમત પ્રમાણે ૨૭ ખડૂતાના બધું મળીને ૬૮ લાખ રૃપિયા બાકી નીકળે છે. આ રકમ ચૂકવવા માટે અમે ફરીથી બે વખત કોર્ટમાં ગયા. કોર્ટે રકમ ચૂકવવા હુકમ કર્યો છતા નર્મદા નિગમે પૈસા આપ્યા નહી.
દરમિયાન તા.૬ ઓગસ્ટ શનિવારે પાદરા કોર્ટે આ કેસમાં નર્મદા નિગમ જો વળતર ના ચૂકવે તો મિલકત જપ્તીનો આદેશ આપતા અમે કોર્ટના કર્મચારીઓ સાથે શનિવારે ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા અને નર્મદા નિગમની ઓફિસમાંથી ૯ કોમ્પ્યૂટર તથા ૧૫ ખુરશીઓ જપ્ત કરી લીધી છે. આ તમામ સામાન હાલમાં અમારા વકીલ પાસે છે અને મંગળવારે વકીલ આ સામાન કોર્ટમાં જમા કરાવશે.
બે વર્ષ પહેલા સરકારે ૧૦ દિવસમાં પૈસા આપવાની ખાત્રી આપી હતી જો કે પાછળથી સરકારે ઓડર્રમાં ભૂલ છે એમ કહીને રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી જો કે કોર્ટે આ પિટીશન કાઢી નાખી હતી.
શનિવારે પણ અમે જ્યારે ગાંધીનગર ખાતે નિગમની ઓફિસ પર પહોંચ્યા તો ત્યાં એક અધિકારી અકિત અમીને પૈસા ચૂકવવાની ખાત્રી આપી હતી પરંતુ ભૂતકાળના અનુભવથી અમને હવે સરકારમાં વિશ્વાસ નહી હોવાથી અમે કોર્ટના જપ્તી અધિકારી સાથે સામાન જપ્ત કરી લીધો હતો.