દાહોદ સ્થિત શ્રી દશાનીમા વણિક સમાજ અને વૈષ્ણવ મનોરથીઓના સહકારથી ગત વર્ષોની માફક આ વર્ષે પણ આજે તા.૧૯/૦૮/૨૨ શુક્રવારના રોજ જન્માષ્ટમીના પાવન પર્વે પરંપરાગત શોભાયાત્રા સાથે મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો.
સવારે ૯:૩૦ કલાકે આ શોભાયાત્રા ગુજરાતીવાડથી આરંભાઈ હતી. જ્યાં મટકીફોડ યોજાયો હતો. બાદમાં દેસાઈવાડ વૈષ્ણવ હવેલી સુધી આયોજિત શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનો જોડાયા હતા. શ્રી વલ્લભ ચોક ખાતે પણ મટકીફોડ યોજાયા બાદ છેલ્લે શ્રી ગોવર્ધનનાથજીની હવેલી પાસે આવી હતી. જ્યાં વૈષ્ણવો મન મુકીને ગરબે ઘૂમ્યાં હતા. દરમ્યાનમાં હવેલીમાં શૃંગારના દર્શન યોજાયા હતા. અંતે "ગોવિંદા આલા રે, જરા મટકી સંભાલ બ્રિજબાલા" ગીતની રમઝટ સાથે મટકીફોડ યોજાતા સહુએ ભાવવિભોર થઈ અવસરનો આનંદ ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં રાજેશભાઈ ડી.શાહ, અજયભાઈ આર.શેઠ, પ્રમુખ બંટીભાઈ પરીખ, મંત્રી ગોપી દેસાઈ સહિત અનેક લોકોએ જહેમત ઉઠાવી હતી.