સુરતમાં મેહુલ બોઘરા પર થયેલા હુમલા બાદ તેના તેના
સમર્થનમાં હજારો લોકો ઉતરી આવ્યા છે અને હુમલાખોર
સામે સખત પગલા લેવા માગ કરવામાં આવી રહી છે, ત્યારે
સુરત પોલીસે પોતાનું એક નિવેદન આ મુદ્દે આપ્યું હતું જેમાં
હુમલાખોર TRB સુપરવાઇઝરને નોકરીમાંથી કાઢી મૂકાયો છે.
સુરત પોલીસે લખ્યું હતું કે, 18મી ઓગસ્ટનાં રોજ એડવોકેટ
મેહુલ બોઘરા દ્રારા ફેસબુક ઉપર લાઇવ વિડીયો શેર કરવામાં
આવ્યો હતો.
જે વિડીયોમાં દેખાતા બનાવ સબંધે સરથાણા પોલીસ સ્ટેશન
ખાતે ઇ.પી.કો ની યોગ્ય કલમો ૩૦૭ તથા રાયોટીંગ વગેરે
હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ગુનાની ન્યાયિક
તપાસ હાલ ચાલુ છે. જે ગુના સબંધે ગુન્હામાં સંડોવાયેલ
આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ગુન્હાની તપાસ
A.C.P એ ડીવીઝન ને સોંપવામાં આવી છે.
સુરત પોલીસે કહ્યું હતું કે, આ સાથે સદર બનાવમાં પોલીસના
વર્તન અને ભૂમિકા સબંધે પ્રાથમિક તપાસ શ્રી શરદ સીંઘલ,
અધિક પોલીસ કમિશનર શ્રી, ટ્રાફિક એન્ડ ક્રાઇમ, સુરત
શહેરનાઓને સોંપવામાં આવી છે. તેમજ ગુન્હામાં સંડાવાયેલ
ટ્રાફિક બ્રીગેડ (ટી.આર.બી)ને ફરજ મોકૂફ કરાયેલ છે. વધુમાં
ભવિષ્યમાં સુરત શહેરના નાગરિકોને ટ્રાફિક પોલીસ/
ટી.આર.બી તરફથી કોઇ પણ પ્રકારની હેરાનગતિ જણાઇ
આવે તો નાયબ પોલીસ કમિશ્નર શ્રી, ટ્રાફિક, તથા અધિક
પોલીસ કમિશનર શ્રી, ટ્રાફિક એન્ડ ક્રાઇમ તેમજ પોલીસ
કમિશનર શ્રી, સુરત શહેરનાઓનો સંપર્ક કરી શકે છે.
સુરત પોલીસ પ્રજાલક્ષી અભિગમ સાથે કાર્ય કરી રહી છે.
પોલીસ તેમજ ટી.આર.બી દ્રારા આવી કોઇપણ ગેરકાયદેસર
પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. તેમજ સુરત શહેર પોલીસ
દ્રારા કોરોના કાળમાં, ગુજસીટોકમાં સંડાવાયેલ મોટા તમામ
ગુન્હેગારોને જેલમાં મોકલવામાં તેમજ નશાના ધંધા, સાયબર
ક્રાઇમ વિરૂધ્ધ દાખલારૂપ કામગીરી કરવામાં આવી છે.
મેહુલ બોઘરાએ આજે સવારે પોતાના ફેસબૂક પર લખ્યું હતું
કે, આ પોલીસના નવાબી આરોપી સાજન ભરવાડ તેમજ
અન્ય આરોપીઓને AC રૂમમાં સાચવી રાખેલા હતા. ત્યારબાદ
લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનમાં વિરોધ કરતા આ
પોલીસના નવાબી આરોપીઓને પી.આઈ. ગુર્જરે પોલીસ
લોકઅપમાં બેસાડ્યા. મારું લાઈવ ચાલુ હતું અને હુમલો થયા
બાદ તુરંત જ સરથાણા પોલીસ સ્ટેશન ચાલુ લાઈવમાં ગયેલ
અને ત્યાં ફરિયાદ આપેલાને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલમાં
એડમિટ થયેલો છે તે દરમિયાન આ બેઈમાનો ભ્રષ્ટાચારીઓને
હપ્તાખોરિયો જે લાઈવમાં યુનિફોર્મ વગર દેખાય છે હપ્તા લેતા
દેખાઈ છે એ લોકો યુનિફોર્મ પહેરી પોતાના કપડા જાતે જ ફાડી
નાખી અને સરથાણા પોલીસ સ્ટેશન જાય છે અને મારી સામે
એટ્રોસિટી અને ખંડણીની ફરિયાદ દાખલ કરે છે.
દેખીતી રીતે જ જે ફરિયાદ ખોટી બનાવટી દેખાય છે એ
એટ્રોસિટીની ફરિયાદ સીધી જ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે
આ છે બેઈમાનોની જમાતનું મહાન કાર્ય..
મેહુલ બોઘરાએ લખ્યું હતું કે, સરથાણાના પીઆઇ ગુર્જરને
મારે જણાવવાનું કે મેહુલ બોઘરાને ખંડણીની બેઈમાની
આવકની જરૂર નથી. બેઈમાનીની આવકની જરૂર દારૂના
અડ્ડાઓમાંથી હપ્તાહ લઈને, છોકરીઓની છેડતીની ફરિયાદ ના
લઈ, બાળકીઓની POCSO ફરિયાદ ના લઇ સમાધાન
કરાવવા વાળા, ફરિયાદોમાં પૈસા ખાઈ લે એમને જરૂર પડે
બીજી વાત માત્ર સારા સારા ભાષણો કરવાથી કોઈ વ્યક્તિ
ઈમાનદાર થઈ જતો નથી; સારા કામથી અને ઈમાનદારીથી
એની મહાનતા વધે છે.