૪ મહીના ના વેકેશન બાદ ૩૧ મીથી માછીમારી માટે બોટોને દરિયામાં ઉતારવાનું શરૂ કરાશે.અંતિમ મરામત અને રંગરોગાનનું કામ પુરજોશમાં જાફરાબાદ અને આસપાસના દરિયાકાંઠે વસતા સાગરખેડૂઓનુ ચાર માસનુ લાંબુ વેકેશન પુર્ણ થવામા છે. જેથી અહી બોટોની મરામત અને રંગરોગાનનુ કામ પુરજોશમા ચાલી રહ્યું છે. ૩૧મી તારીખથી બોટોને દરિયામા ઉતારવાનુ શરૂ કરાશે અને રક્ષાબંધન પર નવી સિઝન શરૂ થશે.જાફરાબાદ,ધારાબંદર,નવાબંદર, ચાંચબંદર, અને શિયાળબેટ, જેવા દરિયાકાંઠા વિસ્તારમા ૮૦૦ જેટલી બોટો દરેક સિઝનમા માછીમારી માટે દરિયામા જાય છે.જેના થકી ૭ હજાર જેટલા ખલાસીઓને રોજીરોટી મળે છે. ફિશીંગની સિઝન આઠ મહિના ચાલે છે.ચોમાસાની શરૂઆત પહેલાથી ચાર માસનુ વેકેશન શરૂ થાય છે કારણ કે અડધાથી વધુ ચોમાસુ વિતે ત્યાં સુધી દરિયો માછીમારી માટે ખતરનાક હોય છે.હવે વેકેશન પુર્ણ થવાની તૈયારી હોય નવી સિઝનની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. દરિયાદેવના પુજન બાદ નવી સિઝન શરૂ થશે.ફિશીંગના આ ધંધામા જો કોઇ બોટને ઘોલ માછલીનો જથ્થો હાથ લાગી જાય તો એક સિઝનમા કરોડપતિ બની જાય છે.જો કે ગત વર્ષ માછીમારો માટે નબળુ રહ્યું હતુ. કારણ કે વાવાઝોડાના કારણે સિઝન ટુંકાવવી પડી હતી. અને બોટોને પણ મોટુ નુકશાન થયુ હતુ. સાગરખેડૂઓને આ વર્ષે માછીમારીની સિઝન ખુબ કમાણીવાળી રહેવાની ધારણા છે.અહી માછીમાર આગેવાનો રામભાઇસોલંકી,સનાભાઇ,ભગુભાઇસોલંકી વિગેરે હાલમા માછીમારોને માર્ગદર્શન આપી રહ્યાં છે.વેકેશનમાં શું કરે છે સાગરખેડૂ ? આ સમયગાળા દરમિયાન છોકરાઓના શાળામા એડમીશન, ખલાસીઓની ભરતી અને લેતીદેતી, સંતાનોના લગ્ન, બોટનુ રીપેરીંગ, મશીનરીની સર્વિસ,વેવિશાળ કરવા,મૃતક લોકો પાછળની ધાર્મિક વિધીઓ વિગેરે કામ આ વેકેશનમા કરવામા આવે છે. રક્ષાબંધન પર થશે દરિયાદેવનં પુજન અહી માછીમારી માટે બોટ દરિયામા મુકતા પહેલા મહિલાઓ દરિયાદેવનુ પુજન કરે છે.શ્રીફળ અને દુધ દરિયાદેવને ધરવામા આવે છે. ઉપરાંત પ્રતિકરૂપે નાની બોટો પણ દરિયામા તરતી મુકવામા આવે છે . માછીમારોની માંગણી એ છે કે માછીમારોને સરકાર સબસીડીમા સેટેલાઇટ ફોન આપે,ફિશરીઝ ઓફિસમા પુરતો સ્ટાફ મુકવામા આવે,માછીમારોને ટ્રેનીંગ અપાય,જો દરિયામા ગુમ થયેલા ખલાસીની લાશ ન મળે તો વિમા કંપની વિમો આપતી નથી જે તાત્કાલિક મળે પીપળીકાંઠા નો ધક્કો તાત્કાલિક ના ધોરણે રિપેર કરવામાં આવે જેવી વિવિધ પ્રકારની માંગણી બોટ એસો.ના પ્રમુખ કનૈયાલાલ સોલંકી દ્વારા કરવામાં આવી છે. 

 *રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.