હિંમતનગર ને અડીને આવેલ પાણપુર પાટિયા રખડતા ઢોર નું મુખ્ય મથક બની ગયું છે, ઢોરના માલિકો સ્પેશ્યલ પોતાના ઢોરને આ વિસ્તારમાં આવીને છોડી જાય છે, લાવારિસ ઢોર ની સંખ્યા પણ ખુબજ મોટા પ્રમાણ માં છે, આ ઢોર પાણપુર ચાર રસ્તા ઉપર તેમજ આરટીઓ સર્કલ પર રોડની વચોવચ અડિંગો લગાવી બેસી જાય છે, અને ત્યાંથી નીકળનાર વાહનો હૉર્ન વગાડી ને થાકી જાય છે પણ ટસ ની મસ થતી નથી જેથી હાઈવે પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે, આ વિસ્તારમાં આટલા બધા ઢોર વિશે એક પશુપાલકે નામ ના લેવાની શરતે જણાવ્યું કે અમદાવાદ બાજુથી પણ લાવારિસ ઢોર ને લોકો આ વિસ્તાર માં છોડી જાય છે, પુષ્કળ વરસાદમાં પણ આ પ્રાણીઓ પલરીને રસ્તા ની વચ્ચે ઉભી રહે છે, કોઈ જીવદયા પ્રેમીને કદાચ આની જાણ નહીં હોય, આ પશુઓ ને જોઈને ખરેખર દયા આવી જાય છે,

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આટલા અસંખ્ય રખડતા ઢોર આ વિસ્તાર માં આવ્યા ક્યાંથી ? એ લોકો વચ્ચે ચર્ચા નો વિષય છે, અને આને પાંજરાપોળ લઇ કોણ જાય જવાબદારી કોની ?

પંચાયત તો બેહરી બની ને બેસી છે, આ વિશે કશું સાંભળતીજ નથી ને, હમણાં સુધી તો કોઈ પગલા લીધા નહીં પરંતુ સરકારે રખડતા ઢોર વિશે કાર્યવાહી શરૂ કરી છે તેમાં જોડાઈ જાય તો સારુ, હવે જાગે તો સારુ, નાગરિકોને રાહત થાય એકાદ વર્ષ પહેલા આરટીઓ બાયપાસ યુનીયન બેન્ક પાસે વહેલી સવારે છ વાગે એક અંબુજા ફેક્ટરી થી ઘરે જતા આશાસ્પદ યુવાનનું બાઇકથી ગાયને ટક્કર વાગતા મૃત્યુ થયું હતું.

13 ઑગસ્ટે પૂર્વ ડેપ્યુટી સી એમ નીતિનભાઈ ને આખલા એ વગાડ્યા પછી સરકાર હરકતમાં આવી ગઈ છે, ઢોર નિયંત્રણ કામગીરી સતર્કતાથી કરવાનો નિર્દેશ સી.એમ.એ. આપી દીધો છે, અને એક સપ્તાહમાં રિપોર્ટ સોંપવાનો આદેશ પણ આપી દીધો છે

સંસ્થાઓ ને નિભાવ ખર્ચ આપી રખડતા ઢોર ને પાંજરાપોળ અને ગૌશાળા માં મોકલાશે.

રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.