જળાશયમાં પાણીની આવક વધતા ઓવરફ્લો એલર્ટ, કુલ ૫ ગામોને ચેતવણી
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં અવર જવર ન કરવા મામલતદાર ડિઝાસ્ટર, અમરેલી દ્વારા સૂચના
અમરેલી તા. ૧૮ ઓગસ્ટ, ૨૦૨૨ (ગુરુવાર) રાજુલા તાલુકાના ભાક્ષી ગામ પાસે ધાતરવડી નદી પર આવેલી ધાતરવડી-૧ સિંચાઈ યોજનામાં પાણીની આવક થતાં ગુરૂવારે તા.૧૮ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ બપોરે ૧૨.૦૫ વાગ્યાની સ્થિતિએ જળાશયની ડીઝાઈન સ્ટોરેજના ૧૦૦ ટકા જળાશય ભરાઈ જતાં ધાતરવડી નદીના હેઠવાસમાં આવતા નવી માંડરડી, જૂની માંડરડી, ધારેશ્વર, ઝાપોદર, રાજુલા વગેરે ગામોને ચેતવણી આપવામાં આવી છે. નદી પટમાં અવર જવર ન કરવા લોકોને ચેતવણી આપવામાં આવી છે. જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર - જવર ન કરવા માટે વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી