ગોધરા નગરના હાર્દસમા એવા બામરોલી રોડ વિસ્તારના વોર્ડ નંબર ૧૧ માં આવેલી ગંગોત્રી નગર સોસાયટીમાં આવેલ ગંગોત્રી પાર્ક બગીચામાં સોસાયટીના બાળકો રમત-ગમતના સાધનોના માધ્યમ થી આનંદ માણતા હોય છે. પુરુષો, સ્ત્રીઓ અને યુવાધન સવારમાં બગીચાના વોકિંગ ટ્રેક પર વોક કરતા હોય છે. યોગ કરતા હોય છે અને સવારે અને સાંજે સિનિયર સિટીજનનું ગ્રુપ બગીચાના બાંકડા પર વિવિધ વિષયો પર વાર્તાલાપ કરતા હોય છે. તેમજ સોસાયટીના લોકો સાંજના સમયે બાંકડા પર બેસતા હોય છે અને રાત્રે જમ્યા પછી પણ વોકિંગ ટ્રેક પર ચાલતા હોય છે. આ બગીચો બનાવ્યા પછી નગર પાલિકાની નિષ્કાળજી કહો કે ઉદાસીનતા - બગીચાનું મેન્ટેનન્સ જ કરવામાં આવતું નથી કે નથી તો ઉગી ગયેલા ઘાસ કે વનસ્પતિ ને સમયાંતરે દૂર કરવામાં આવતી, પાણી પણ પીવડાવવામાં આવતું નથી, રમતગમતના સાધનોની મરામત કરવામાં નથી આવતી, બગીચાના ઝાડને સારી રીતે સમયાંતરે યોગ્ય રીતે કાપવામાં નથી આવતા , રોજની સફાઈ માટે કોઈ સફાઈ કામદાર પણ નગર પાલીકા દ્વારા મુકવામાં નથી આવતો અને આ જ કારણસર બગીચામાં ખુબ જ વનસ્પતિ તથા ઘાસ ઉગી ગયેલ છે જેને લઈને ચોમાસામાં ઝેરી જનાવર જેવા કે સાપ, નાગ કે પાટલા ઘો બગીચામાં જોવા મળે છે આવી પરિસ્થિતિને લઈને બગીચામાં જતા લોકોની સંખ્યા બિલકુલ નહિવત અથવા કોઈ જતું જ નથી એમ કહેવાય ત્યારે તંત્ર ની નિષ્ક્રિયતા ને લઈને આ સોસાયટીના રહીશોને છતાં સાધને અગવડતા ભોગવવી પડે છે. જો બગીચા ની યોગ્ય જાળવણી નહીં થાય તો બગીચો બિલકુલહવડ જેવો બની જશે અને શોભાના ગાંઠીયા સ્વરૂપ બની રહેશે.!!