મહે.પોલીસ અધિક્ષક શ્રી હીમકરસિંહ સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં જુગાર રમતા ઇસમો ઉપર જરૂરી વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે વંડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર શ્રી પી.વી.પલાસ નાઓના માર્ગદર્શન હેઠળ વંડા પોલીસ ટીમ દ્વારા વંડા પો સ્ટે વિસ્તારના ઠવી ગામની સીમમા બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી જાહેરમા પૈસા તથા ગંજીપત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂા .૧૪,૩૧૦ / - તથા ગંજીપત્તાના પાના નંગ - પર કિં.રૂા . ૦૦/૦૦ મળી કુલ રૂ।.૧૪,૩૧૦ / - ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા તળે ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે . પકડાયેલ આરોપીઓ * ( ૧ ) સુભાષભાઇ હમીરભાઇ પાટડીયા ઉ.વ .૨૨ ધંધો.ખેતી ( ૨ ) રાકેશભાઇ વિનુભાઇ સરવૈયા ઉ.વ .૨૮ ધંધો.મજુરી ( ૩ ) રૂખડભાઇ લખમણભાઇ ચૌહાણ ઉ.વ .૩૬ ધંધો.મજુરી ( ૪ ) અજયભાઇ લખમણભાઇ ચૌહાણ ઉ.વ .૨૫ ધંધો.મજુરી ( ૫ ) નિકુલભાઇ ભગવાનભાઇ ચૌહાણ ઉ.વ .૨૨ ધંધો.હીરાકામ રહે.તમામ ઠવી તા.સાવરકુંડલા જી.અમરેલી તથા નાસી ગયેલ આરોપી ( ૬ ) વિજયભાઇ વલ્લભભાઇ પરમાર રહે.તમામ ઠવી તા.સાવરકુંડલા જી.અમરેલી વંડા પોલીસ સ્ટેશન જીલ્લો અમરેલી રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं