રાજુલા પોલીસ સ્ટેશન ખાતે  પી આઈ  તરીકે ફરજ બજાવતાં એમ.એ.દેસાઈ ને બગસરા પો.સ્ટે. એ-પાર્ટ ગુનો રજીસ્ટર કરી આઇ.પી.સી. કલમ- ૩૭૯ મુજબનો ગુનો બગસરા પો.સ્ટે. ખાતે દાખલ થયેલ. બગસરા શહેરમાં ફરીયાદીની છોટા હાથી ગાડી રજી.નં UP-14-FT-6380 માથી ઇલેકટ્રીક ચીજ વસ્તુઓ કિમત રૂપિયા ૧,૭૭,૦૦૦ની ચોરી થયેલ ઉપરોકત અનડીટેક ગુનાના આરોપી ફારૂકભાઇ હનીફભાઇ સાહમદાર રહે, બગસરા વાળાને તેના રહેણાંક મકાનેથી ચોરીના તમામ મુદામાલ સાથે પકડી પાડી ગુનો ડીટેકટ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. આમ તમોએ ઉપરમાં જણાવ્યા અનુસારની સારી કામગીરી કરેલ છે. જે બદલ અભિનંદન સહ આ પ્રશંસાપત્ર પાઠવામાં આવ્યું હતું. ત્યારે અમરેલી શહેરની એસપી કચેરી ખાતે અમરેલી જીલ્લા એસ.પી. હિંમકરસિંહ દ્વારા પ્રશાંતપત્ર આપી અભિનંદન આપવામાં આવ્યા હતા.તેમજ રાજુલાના પી.આઇ. એ.એમ.દેસાઇ સહીત પોલીસ સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं