નેસવડ ગામે માલણ નદીને કાંઠે આવેલ શીતળા માતાના મંદિરે મેળો ભરાયો.

હિંદુ શાસ્ત્રો પ્રમાણે તહેવારોનું ખાસ મહત્વ રહેલું છે મહુવા તાલુકાના નેસવડ ગામે માલણ નદીના કાંઠે આવેલ શીતળા માતાના મંદિરે શીતળા સાતમના તહેવારને લઈને મેળો ભરાયો હતો આસપાસના ગ્રામ્ય વિસ્તારના બહેનોએ શીતળા સાતમના તહેવારને લઈને શીતળા માતાનો પૂજન અર્ચન કર્યું હતું આ મેળામાં રાસ, ગરબા, સત્સંગ, પૂજન,અર્ચન પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.