અમરેલી કાર ચાલકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જયો અમરેલી તાલુકાના પાણીયા ટીંબલા ગામ વચ્ચે માર્ગ પરથી બાઇક પર પસાર થઇ રહેલા દંપતિને કાર ચાલકે પાછળથી ઠોકર મારતા આધેડનુ મોત નિપજયું હતુ . પાણીયામા રહેતા નારણભાઇ પોલાભાઇ મકવાણા નામના આધેડ તેમના પત્ની શારદાબેન બાઇક લઇને જઇ રહ્યાં હતા ત્યારે પાછળથી પુરઝડપે આવી રહેલ કાર નંબર જી.જે.૦૫ આરબી ૬૫૫૪ ના ચાલકે ઠોકર મારી હતી . અકસ્માતમા નારણભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનુ મોત થયુ હતુ . જયારે શારદાબેનને પણ ઇજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા . બનાવ અંગે અકસ્માત સર્જનાર સુરતના મેહુલકુમાર શશીકાંત ભટ્ટ સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે . બનાવની વધુ તપાસ પી.એસ.આઇ વી.ઓ.વાળા ચલાવી રહ્યા છે.
રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.