રાજયમાં હવે ચૂંટણી અગાઉનો માહોલ જામી રહ્યો છે અને રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગી પડ્યા છે ગુજરાતમાં હવે કોંગ્રેસમાં પણ અશોક ગેહલોત આવતા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

સુરતની વાત કરવામાં આવેતો કોંગ્રેસે ચૂંટણીને ધ્યાનમાં રાખી સુરત શહેરના વિવિધ વિસ્તારોના 20 ટકા હોર્ડિંગ્સ અત્યારથી જ બુક કરાવી લીધા છે.

 

સાથેજ રાજ્યના પ્રત્યેક મતદાર સુધી પહોંચવા 7 એજન્સીઓની નિમણૂક કરી છે,જે ડોર ટુ ડોર સરવેની કામગીરી સાથે સોશ્યલ મીડિયા હેન્ડલ કરશે.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે અને વિવિધ કામગીરી માટે વિશેષ ટીમ બનાવીજવાબદારી નક્કી કરાઇ છે. ઉપરાંત ચૂંટણી આયોગ પાસેથી મતદાર યાદી પણ મેળવી લેવાઇ છે.

આ વખતે વહેલી જાહેર થયેલી મતદાર યાદી વિવિધ બેઠકો પર ચૂંટણી લડવા ઉત્સુક ઉમેદવારોને 3 મહિના પહેલાં જ ફાળવી દેવામાં આવશે.
આમ,રાજ્યમાં કોંગ્રેસે પણ પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને ભાજપ પણ વ્યૂહરચના ગોઠવી રહયા છે.