ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે અને રાજ્યમાં સૌ પ્રથમ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાયા બાદ આજે બપોરે 12.30 વાગ્યે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા બીજી યાદી જાહેર કરનાર છે
પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રની 4, મધ્ય ગુજરાતની 2, ઉત્તર ગુજરાતની 3 અને દક્ષિણ ગુજરાતમાં 1 બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.આમ આદમી પાર્ટીના ઉમેદવારોની બીજી યાદીમાં કોણ કોણ ઉમેદવાર છે જે માટે ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે.

આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પણ વિધાનસભા ચૂંટણી લડશે.
ચૂંટણી જાહેર થયા બાદ આપ દ્વારા મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર થશે. આમ આદમી પાર્ટી વિધાનસભાની તમામ 182 બેઠકો ઉપર ચૂંટણી લડશે. આજે દસ જેટલા ઉમેદવારોની જાહેરાતો કરવામાં આવશે. ત્યારબાદ ધીરે-ધીરે તબક્કાવાર બીજા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.