ગુજરાતમાં અશોક ગેહલોતની ઓબ્ઝર્વર તરીકે નિયુક્તી થતાંજ કોંગીજનો ફોર્મમાં આવી ગયા છે અને ગુજરાતમાં કોંગ્રેસની સત્તાના સપના જોવા લાગ્યા છે આ બધા વચ્ચે કોંગ્રેસ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પણ હવે નિવેદનો આપવાનું શરૂ કર્યું છે તેઓના કહેવા મુજબ આજે સમગ્ર દેશમાં જે પ્રકારની મોંઘવારી વધી રહી છે તેને કારણે સૂટ બૂટ વાળા તો મજામાં છે પરંતુ જે ગરીબ પ્રજા છે તે મુશ્કેલીમાં છે.

ભાજપના નેતાઓ સામ-દામ-દંડ ભેદનો ઉપયોગ કરીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેમનાથી ડર્યા વગર નિડરતાપૂર્વક આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમને બતાવી દેવાનું છે અને તેમને પછાડવાના છે. સમગ્ર ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓ એક થઈ રહયા છે અને ભાજપને પછાડવા કામે લાગી ગયા છે.

 

જે રીતે પ્રજા ભાજપના શાસનથી ત્રસ્ત થઈ છે ત્યારે કોંગ્રેસે મજબૂત વિકલ્પ તરીકે પ્રજા સામે જવાનું છે.
બુથ લેવલ ઉપર કામ કરીને લોકો સુધી પહોંચવાનું છે. તેઓએ કોંગ્રેસના કાર્યકરોને કહ્યુ કે આપણે કામ કરી રહ્યા છે તેના કરતાં પણ વધુ કામ કરીને વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને વિજય બનાવવા માટે મહેનત કરવાની છે.

અત્રે નોંધનીય છે કે 58 ઉમેદવાર નું લિસ્ટ તૈયાર થઈ ગયું છે જે આગામી સમયમાં જાહેર કરવામાં આવશે હાલમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુખ્ય ટક્કર જણાઈ રહી છે ત્યારે હવે મોડે મોડે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાતા કોંગ્રેસ છાવણીમાં ફરી સળવળાટ શરૂ થયો છે જોકે,જુના જોગીઓનું ભાજપ તરફનું આકર્ષણ અકબંધ રહ્યું છે.