તા. ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન ગબ્બર તળેટી ખાતે સાંત્વની ત્રિવેદી, કીર્તીદાન ગઢવી, પાર્થિવ ગોહીલ, સાંઇરામ દવે અને કિંજલ દવે સહિતના કલાકારો ભક્તિ રસની રમઝટ બોલવાશે.. ૧૨ ફેબ્રુઆરી થી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ધર્મ અને સંસ્કૃતિના સમન્વયને ઉજાગર કરતા 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' પ્રસંગે અંબાજી ગબ્બર તળેટી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા કલેક્ટરશ્રી બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે સાંજે- ૭.૩૦ કલાકે ગબ્બર તળેટી પ્રવેશદ્વાર પાર્કિગ પાસે યોજાનાર આ કાર્યક્રમમાં તા. ૧૨ મી ફેબ્રુઆરીએ કલાકાશ્રી સાંત્વની ત્રિવેદી અને તા. ૧૩ ફેબ્રુઆરીના રોજ ખ્યાતનામ કલાકારશ્રી કીર્તીદાન ગઢવી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોક ડાયરની રંગત જમાવશે. જ્યારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તા. ૧૪ ના રોજ પાર્થિવ ગોહિલ, તા.૧૫ ના રોજ સાંઇરામ દવે અને તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ કિંજલ દવે સહિતના કલાકારો ભક્તિ રસની રમઝટ બોલવાશે.રાજ્ય સરકાર તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આયોજીત 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' માં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા ભરતનાટ્યમ, પ્રાર્થના, ગરબો, શાસ્ત્રીય અને ભક્તિ સંગીત, રામની રમઝટ, દુર્ગા સ્તુતિ ભરત નાટ્યમ, લોક નૃત્ય ગરબો, ગરબે ઘૂમે, સંતવાણી સાહિત્ય મા આરાધના અને લોક ડાયરો યોજાશે. જેમાં ઉપસ્થિત રહેવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું .છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan Elections 2023 : OM Birla और Prahlad Gunjal से की मुलाकात | BJP | Congress | Top News
Rajasthan Elections 2023 : OM Birla और Prahlad Gunjal से की मुलाकात | BJP | Congress | Top News
જુગાર રમનાર-રમાડનાર 9 ઈસમો ને Police એ ઝડપી પડ્યા
જુગાર રમનાર-રમાડનાર 9 ઈસમો ને Police એ ઝડપી પડ્યા
दूसरे टी-20 में तीन विकेट से हारा भारत:स्पिन फ्रेंडली ट्रैक पर स्पिनर के ओवर बचे रह गए, हारी हुई बाजी जीता साउथ अफ्रीका
साउथ अफ्रीका ने दूसरे टी-20 इंटरनेशनल में भारत को 3 विकेट से हरा दिया। टीम इंडिया ने टॉस गंवाकर...
લખતર વિરમગામ હાઇવે પર ટ્રક પલટી જતા બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે.રાત્રિના સમયે...