ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ અગાઉ રાજકીય દાવપેચ શરૂ થયા છે ત્યારે કોંગ્રેસને ગુજરાતમાં ફરી સત્તા અપાવવા માટે હાઈ કમાન્ડ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને હાયર કરવામાં આવ્યા છે, અશોક ગેહલોતે અગાઉ ગુજરાતમાં કોંગ્રેસને સત્તા અપાવી હતી તેથી તેઓને ગુજરાતમાં ફરી સત્તા માટે કમાન સોંપવામાં આવી છે.
તેઓ વડોદરાની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ‘ગાંધીના ગુજરાતમાં દારુબંધી માત્ર નામની જ છે, દારૂ વેચાય પણ અને પીવાય પણ છે, હવે ડ્રગ્સ પણ મળે છે’

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા રાજસ્થાનના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં અમારો પ્રચાર ચાલી રહ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને મજબૂત ટક્કર આપી હતી.
આ વખતે પણ કોઇ કમી રાખવામાં આવશે નહીં. ગુજરાત મોડલની વાત કરનાર PM બની ગયા છે. પરંતુ, ગુજરાત મોડલ શું છે તે જનતા સામે આવી ગયું છે.
ગુજરાત મોડલ ખોખલું હતું. માત્ર માહોલ બનાવીને સારું બતાવવામાં આવ્યું છે.
ગેહલોત વડોદરામાં મારું બુથ મારું ગૌરવ કાર્યક્રમ અંતર્ગત વડોદરા આવ્યાં હતાં. આ તકે તેમણે રાજ્ય સરકારના સામે પ્રહાર કર્યા હતા. સાથે તેમણે કહ્યું હતું કે આવનાર વિધાનસભા 2022 માં ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે.

 

2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ગુજરાત કોંગ્રેસમાં એક આત્મવિશ્વાસ જગાડ્યો હતો 2017માં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી તરીકે અશોક ગેહલોતની સફળતા કોંગ્રેસને ફરીથી સકારાત્મક પરિણામો અપાવે એવી હાઈ કમાન્ડ નીઅપેક્ષા છે