જૂનાગઢઃ આપણી ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓના સમયથી માઘ માસનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. ખાસ કરીને આ માસમાં વહેલી સવારે ઠંડાં પાણીએ સ્નાન કરવાનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે. આ જ પરંપરાને જીવંત રાખતાં વંથલીસ્થિત સહજાનંદ સ્વામી ગુરુકુળ ખાતે માઘસ્નાનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સેંકડો વિદ્યાર્થીઓએ વહેલી સવારની કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે કુદરતી ઠંડાં પાણીથી સ્નાન કરી ધાર્મિક અને શારીરિક લાભ મેળવ્યા હતા.
ખુલ્લા આકાશ નીચે રાત્રે ભરેલાં પાણીના ઘડાથી સ્નાન
આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે, સાંજે જ માટીના ઘડામાં પાણી ભરીને ખુલ્લા આકાશ નીચે મૂકી દેવામાં આવે છે. આખી રાત આકાશ નીચે રહેલું પાણી કુદરતી રીતે જ ઠંડું અને ઊર્જાવાન બને છે. વહેલી સવારે 5:30 વાગ્યે જ્યારે સામાન્ય લોકો ઠંડીથી બચવા રજાઈમાં લપેટાયેલા હોય છે, ત્યારે આ ગુરુકુળના તેજસ્વી વિદ્યાર્થીઓ ભગવાન સ્વામિનારાયણના સ્મરણ સાથે આ ઠંડાં પાણીથી સ્નાન કરે છે.
કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે માઘસ્નાન