મુંદ્રાઃ અદાણી સોલારે ફરી એકવાર વિશ્વસ્તરે ડંકો વગાડ્યો છે. વૂડ મેકેન્ઝીના ગ્લોબલ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરર રેન્કિંગમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની તરીકે અદાણી સોલારે સ્થાન મેળવ્યું છે, જેમાં કંપનીએ સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ સાથે વૈશ્વિક સ્વચ્છ ઊર્જા ઉત્પાદનમાં ભારતનું કદ વધ્યું છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સોલાર ફોટોવોલ્ટેઇક મેન્યુફેક્ચારિંગ શાખા અદાણી સોલારને ગ્લોબલ એનર્જી એન્ડ નેચરલ રિસોર્સ કન્સલ્ટન્સી દ્વારા સર્વોચ્ચ એવોર્ડ આપવામાં આવ્યો છે. આગામી નાણાકીય વર્ષ સુધીમાં કંપની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10,000 મેગાવોટ સુધી વધારવાની યોજના ધરાવે છે.
મુંદ્રા ખાતે આગામી પેઢીના ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા સૌર મોડ્યુલનું ઉત્પાદન કરે છે, જેમાં ઇન્ગોટ્સ, વેફર્સ, સેલ, મોડ્યુલ અને સોલાર ગ્લાસ, એલ્યુમિનિયમ ફ્રેમ્સ જેવી મુખ્ય સહાયક સામગ્રીનો સમાવેશ થાય છે. ક્રિસ્ટલાઇન સિલિકોન મોડ્યુલના 38 ઉત્પાદકનું મૂલ્યાંકન કરનાર વૂડ મેકેન્ઝીના રિપોર્ટમાં અદાણી સોલારનું રેટિંગ ટેક્નોલોજી, સપ્લાય ચેઇન, વર્ટિકલ ઇન્ટિગ્રેશન, સંશોધન અને વિકાસ તેમજ કોર્પોરેટ જવાબદારી જેવાં પરિમાણોમાં મજબૂત પ્રદર્શનના આધારે આપવામાં આવ્યું છે.
વૂડ મેકેન્ઝીના રેન્કિંગમાં અદાણી સોલાર